બુધવાર, 1 જાન્યુઆરી, 2014
બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013
ઉજાલા
દેખિયે ઉસ તરફ ઉજાલા હૈ
જીસ તરફ રોશની નહીં જાતી
દુષ્યંતકુમાર
ગહન અર્થ ધરાવતો શેર. જ્યાં પ્રકાશ રેલાતો ન હોય ત્યાં અજવાળું થાય? કદી ના થાય. અજવાળા માટે પ્રકાશ તો જોઈએ જ. ભલે ટમટમિયાનો હોય. છતાં કવિ આવું કહે છે.કેમ?
મારી રીતે અર્થઘટન કરું તો મને કંઈ આવો અર્થ ઉપજતો જણાય છે.
જે માણસે જીવનમાં કદી કોઈ મહાપુરુષ,યોગી,સ્વામી,મૌલાના કે અન્ય ધર્મગુરુ અથવા સમાજ સુધારકના વચનો સાંભળ્યા ન હોય.સુખ શાંતિ અને સંતોષપુર્વક કેવી રીતે જીવી શકાય; વિશે વાંચ્યુ ન હોય જાણ્યું ન હોય. છતાં એવું જીવન જીવી જાણે. એના વિશે આ શેર કહી કે લખી શકાય.
અન્ય અર્થ કરીયે તો,
જ્યાં પૈસાનો પ્રકાશ પહોંચ્યો ન હોય.છતાં જીવનમાં સુખ,શાંતિ અને સંતોષરૂપી અજવાળું હોય. એવી પરિસ્થિતિ વિશે આ શેર કહી શકાય.
તા.૧૦।૦૨।૨૦૧૩ ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

સચરાચર ધામ
મનની મર્યાદા તજી એનું જ આ પરિણામ છે
એમ લાગે છે કે સચરાચર હવે મુજ ધામ છે
શૂન્ય પાલનપુરી
મન માનવીના જીવનનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે છે પણ દેખાતું નથી. તે છતાં માણસ પર સૌથી વધારે પ્રભાવ ધરાવે છે. શૂન્ય સાહેબે કમાલ કરી છે.કહેવાય છે કે મનને કોઈ સરહદ નથી હોતી. સીમાડા નથી હોતા.મનનાં ઘોડાની ગતિ અમર્યાદિત હોય છે.એને કોઈ સરહદ નડતી નથી.શૂન્ય સાહેબે મન દ્વારા મર્યાદા ત્યજવાની વાત કરી છે.મન મર્યાદા ત્યજે ત્યારે શું થાય? શાયરે પ્રશ્નનો જવાબ આપ્યો છે.મન સરહદો ત્યજે ત્યારે સકળ દૂધગંગાઓ મનનું ધામ બની જાય છે.
તા.૧૭।૦૨।૨૦૧૩ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

શુક્રવાર, 11 જાન્યુઆરી, 2013
ઘુંઘરું
એ થનગનતા હૈયાને દિવાલ કેવી?
પગે શૃંખલા જેને મન ઘુંઘરું છે
શૂન્ય પાલનપુરી
જે વ્યકિતએ ઈતિહાસ લખવો હોય. એને કોઈ દિવાલ કોઈ વિઘ્ન રોકી શકતા નથી. ઈતિહાસમાં નવા પાના ઉમેરવાની તમન્ના રાખનાર વ્યક્તિ અવરોધોને પણ સહાયક તત્વ ગણે છે. આ વિચારને શૂન્ય સાહેબે પગે શ્રૃંખલા જેને મન ઘુંઘરુ છે એ તર્ક દ્વારા રજુ કર્યો છે. જે વ્યકિતને પગમાં પડેલી બેડીઓ પણ ઘુંઘરુ લાગે. એના જોશને, થનગનાટને રોકવાનું ગજુ કોઈ દિવાલમાં હોતુ નથી.
અહીં ઘુંઘરુ અને શ્રૃંખલા શબ્દ ખૂબ સૂચક છે. બંને શબ્દ બે અલગ અલગ સત્યને રજુ કરે છે. બંને પગમાં બંધાય છે. પણ શ્રૃંખલા બંધન, ગુલામીની પ્રતિક છે જ્યારે ઘુંઘરુ કલાના પ્રતિક છે.
તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક જયહિન્દમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી

કર્તવ્ય કેડી
સુંવાળી નથી દોસ્ત! કર્તવ્ય કેડી
ગુલાબોથી ઝાઝા અહીં ગોખરુ છે
શૂન્ય પાલનપુરી
કર્તવ્ય પથ પર ચાલવું સરળ નથી. તે પથ પર ગુલાબ (પ્રશંસા) ઓછા અને ગોખરૂ
(ટીકા, બદનામી) વધારે મળે છે. મહાન વ્યક્તિઓના જીવન ચરિત્ર વાંચવાથી આ વાત
બહુ સરળતાથી સમજાઈ જાય છે.
મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, સોક્રેટીસ, ચંદ્રગુપ્ત મૌર્ય,
સિકંદર, સુભાષચંદ્ર બોઝ જેવા મહામાનવોના જીવન ચરિત્રો વાંચીએ ત્યારે ખબર
પડે છે. તેઓ કેવા કાંટાળા પથ પર ચાલ્યા હતા. કેવા કેવા પડકારોનો સામનો
કર્યો હતો. બાદશાહ અકબરને જીવનના બારમા વર્ષે ફૂંકી મારવા માટે તોપના મોઢે
બાંધવામાં આવ્યો હતો. સોક્રેટીસે ઝેરનો પ્યાલો પીવો પડ્યો હતો. હાલ
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માથે ઓછા માછલા ધોવાય છે?
તા.૦૮।૦૮।૨૦૧૦ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી
બુધવાર, 19 ડિસેમ્બર, 2012
મુંઝારો
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઈ બંધ દ્વાર દે
મરીઝ
ઘણી વાર વાત હોઠે આવીને અટકી જાય છે. મન મુંઝાઈ જાય છે. કહું? કે ના કહું? વ્યક્ત થાઉ કે ના થાઉં? મારી વાતનો, મુદ્દાનો, વિષયનો, પ્રણય પ્રસ્તાવનો અસ્વીકાર થશે તો? વ્યક્તિ અસ્વીકૃતિથી ડરે છે. મરીઝે અસ્વીકૃતિના ડરને બીજી પંક્તિમાં બંધ દ્વાર શબ્દ દ્વારા વ્યક્ત કર્યો હોય એવું લાગે છે.
દુનિયામાં કંઈકનો હું કરજદાર છું 'મરીઝ'
ચુકવું બધાનં દેણ જો અલ્લાહ ઉધાર દે
જેના પર પ્રભુની મહેર થાય છે. તે કોઈનો કરજદાર નથી રહેતો. પ્રભુની મહેર ન હોય તો માનવી ગમે તેનો કરજદાર થઈ શકે છે.
તા.22।4।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

સોમવાર, 17 ડિસેમ્બર, 2012
કચ્ચે લોગ
આઈને સે બિગડ બૈઠે
જિન કી સૂરત જિન્હેં દિખાઈ ગઈ
સાહિર લુધિયાનવી
વ્યક્તિ સત્યનો સામનો નથી કરી શકતો. લોકો સત્યથી રૂબરૂ કરાવનાર વ્યક્તિથી જ રિસાઈ જાય છે.
આ હકીકતને પત્રકારો, લેખકો, કવિઓથી વધારે સારી રીતે કોણ સમજી શકે? આ લોકો સમાજમાં વ્યાપ્ત ષડયંત્રો, કૌભાંડો, ગેરવ્યવસ્થાને ખુલ્લા પાડે છે. ત્યારે એમાં સંડોવાયેલા લોકો આમનાથી રિસાઈ જાય છે. ક્યારેક એવું ય બને છે. સંડોવાયેલાઓ આઈનાને તોડી પણ નાંખે છે.
તા.૧૧।૦૩।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિંન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

હાજરી
પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે
મરીઝ
સંબંધો સતત હાજરી, કર્મઠતા, મેળ-મુલાકાતો જેવા વિવિધ કારણોસર સચવાય છે. માણસ ત્યાં જવું પસંદ કરે છે જ્યાં ઉષ્માભર્યો આવકાર મળે. આવકાર ન મળે ત્યાં જવું કોઈને પસંદ પડતું નથી. આ વાતનો ટેકો લઈ શાયરે પીઠામાં જવાની વાતને ઉચિત ઠરાવવાનો પ્રયાસ કર્યો છે. પ્રાર્થના સ્થળોએ કોઈ હોય છે જે આવકારે? જ્યારે પીઠામાં આવકારનારા તો ઘણા મળી જા

ય છે. પ્રાર્થના સ્થળો પ્રભુના ધામ હોય છે માટે સૌના હોય છે. સૌના હોય છે. તે સરવાળે કોઈના નથી હોતા.
પીઠામાં માણસ વિશિષ્ટ માનસિક અવસ્થાએ પહોંચી જાય છે. મન ખોલી દે છે. સુખ દુ:ખ વ્યથા કથા ગમો અણગમો લડાઈ ઝઘડા તમામ લાગણીઓની ખુલ્લા દિલે આપ લે કરે છે. પ્રાર્થના સ્થળે માણસ ફક્ત યાચક બનીને જાય છે.
તા.22।04।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

રવિવાર, 16 ડિસેમ્બર, 2012
ઢોંગ
અદાવત દિલમેં રખતે હૈં મગર યારી દિખાતે હૈં
ન જાને લોગ ભી ક્યા ક્યા અદાકારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખરે 'અકેલા'
હિન્દીમાં 'મુખ મેં રામ બગલ મેં છુરી' કહેવત છે. કવિએ તે કહેવતના અર્થને મત્લામાં વ્યક્ત કર્યો છે. કવિના મતે જગતના લોકો ઉત્તમ અભિનેતા છે. મનમાં દ્વેષ હોય, વેર ઝેર, ઈર્ષા, અદેખાઈ હોય પણ ઉપરથી હસતું મોં રાખે. મનોમન શ્રાપ આપતા હોય ઉપરથી મધઝરતા શબ્દોમાં વાત કરે.
અભિનય શું છે? નક્કી કરેલ ચોક્કસ લાગણીને ચોક્કસ સ્થાને ચોક્કસ પળે ચોક્કસ અંદાજમાં વ્યક્ત કરવાની કળાનું નામ અભિનય. તમને વાસ્તવિક જીવનમાં ઉત્તમ કક્ષાના ઘણા અભિનેતા મળી જશે. જે ઉપર મુજબનો ઢોંગ કરે છે
તા.13।05।2012ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

કાગળનો બગીચો
ઊલઝના હૈ હમેં બંજર જમીનોં સે હકીકત સે
ઉન્હેં ક્યા, વો તો બસ કાગઝ પે ફૂલવારી દિખાતે હૈં
વીરેન્દ્ર ખેર 'અકેલા'
આ શેરમાં નેતાઓ તરફ સીધો સંકેત નથી. જો કે મને આ શેર નેતાઓના ચુંટણી વચનો વિષયક લાગે છે.
ચુંટણી વેળા નેતાઓ પાર વગરના વચનો આપે છે. નાણાકીય વાસ્તવિકતાને જાણ્યા સમજ્યા વગર વચનો ઝીંકે રાખે છે. વચનો આપવામાં શું જાય છે? તકલીફ તે અધિકારી વર્ગને પડે છે. જેણે વચનોને સાકાર કરવા માટે ઝઝૂમવું પડે છે. ખજાનો ખાલી છે આ હકીકત જાણતો હોવા છતાં અધિકારી વર્ગે નેતાઓના વચનો માટે લોહી પરસેવો એક કરવો પડે છે. ખાલી ખજાનો એટલે જાણે કે બિન ફળદ્રુપ જમીન. એ જમીન પર અધિકારી વર્ગે ખેતી કરવાની હોય છે.
તા.13।05।2012ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ અભણ અમદાવાદી

ગુરુવાર, 13 ડિસેમ્બર, 2012
સાર્થક જીવન
સાર્થક જીવન
આજ નહીં તો કલ દે
પેડ વહી જો ફલ દે
અશ્વિનીકુમાર પાંડે
આજ નહીં તો કલ દે
પેડ વહી જો ફલ દે
અશ્વિનીકુમાર પાંડે
અશ્વિનીકુમાર પાંડેના દોહા, ગઝલો ઉચ્ચ કક્ષાના હોય છે. એમની રચનાઓમાં
સામાજીક સંદેશ હોય છે. પ્રસ્તુત મત્લામાં કવિએ શાશ્વત સત્યની રજુઆત કરી
છે.જે વૃક્ષ ફળ આપે તે ઉપયોગી છે.અહીં ફળ શબ્દના અર્થને વિસ્તૃત કરીને
સમજીએ ત્યારે શેર વધારે અર્થપૂર્ણ જણાય છે. વૃક્ષ પર પાકે એ તો ફળ હોય જ છે પણ વૃક્ષનો છાંયડો પણ એક પ્રકારનું
ફળ છે.
માનવીએ સમાજ,શહેર,રાષ્ટ્રને ઉપયોગી થાય તેવું જીવન જીવવું જોઈએ.વૃક્ષની જેમ સમાજને કંઈક આપીએ તો જીવન સાર્થક થયું ગણાય.નહીંતર એક જુના દોહા જેવું જીવન જીવ્યું ગણાય.
બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજુર
પથિક કો છાયા નહીં ફલ લાગે અતિ દૂર
તા।૯।૧૨।૨૦૧૨ના રોજ દૈનિક 'જયહિંદ'માં મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

ગુરુવાર, 15 નવેમ્બર, 2012
હાજરી
સિંહોના હુંકાર વચ્ચે ચીં ચીં લઈને આવી છું
નોખી મારી ભાત નોખી લીટી લઈને આવી છું
પારુલ ખખ્ખર
વિદ્વાનોની વચ્ચે સામાન્ય જને પોતાની હાજરી પુરાવવાની વાત કરે છે.કવિયત્રીએ સિંહ અને ચકલી એ બે પ્રતિકો દ્વારા મુદ્દો રજૂ કર્યો છે.સિંહોની હુંકાર દ્વારા વિદ્વાનો મોટા માણસો મહારથીઓની વિદ્વતા સમર્થતાને રજૂ કરી છે.ચકલીની ચીં ચી દ્વારા સામાન્ય માનવીના પક્ષ ની રજૂઆત કરી છે. સામાન્ય માણસ પાસે પણ કંઈ ખ વિશેષ છે,હોય છે.એમ કવિયત્રી જણાવે છે. નોખી મારી ભાત નોખી લીટી દ્વારા સામાન્ય માનવીની વિદ્વતા રજૂ કરી છે.
તા.૧૭/૬/૧૨ના દિવસે જયહિંદમાં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલો લેખનો અંશ

સોમવાર, 12 નવેમ્બર, 2012
ધીરજ
માર્ગ રચનારા બધાની ખંત દેખાશે તને
સ્હેજ ધીરજ ધર સફરનો અંત દેખાશે તને
ડો. ઉર્વીશ વસાવડા
સ્હેજ ધીરજ ધર સફરનો અંત દેખાશે તને
ડો. ઉર્વીશ વસાવડા
મને આ શેરનો પ્રથમ મિસરો બહુ ગમ્યો છે.મિસરામાં એવી વ્યક્તિઓ વિશે વાત
કરાઈ છે જેમના વિશે લોકો વિચારતા નથી.તમે જે રસ્તે પસાર થઈ મંઝીલે પહોંચો
છો તે કોણે બનાવ્યો? કયારે બન્યો? કેટલા જણનો પરિશ્રમ એમાં શામેલ છે? વગેરે
પ્રશ્નો મનમાં ઉદભવે છે?
એક વ્યક્તિ લક્ષ્ય હાંસલ કરે એમાં એના સિવાય કેટલાનો પ્રત્યક્ષ અને પરોક્ષ

ફાળો હોય છે.એક રોડ બને એમાં માર્ગનું આયોજન કરનાર શાસનતંત્ર,શ્રમિકો,કોન્ટ્રાકટર એ બધાનો ફાળો હોય છે.
એક વિદ્યાર્થી ૧૦મા ધોરણની પરીક્ષા પાસ કરે છે ત્યારે કેટલા જણની મહેનત સફળ થાય છે? માતા-પિતા, સ્કૂલનો સ્ટાફ, સ્કૂલ રીક્ષા કે બસનો ડ્રાયવર એમ ઘણાની મહેનત સફળ થાય છે.
ટૂંકમાં એક વ્યક્તિની સફળતા પાછળ અનેકોની મહેનત હોય છે.
બીજા મિસરામાં શાયરે ધીરજપૂર્વક સફર પૂરી કરવાની વાત કરી છે. પ્રવાસી મંઝીલ મેળવે તો જ રસ્તો બનાવનારાઓની મહેનત સફળ થાય છે. પ્રવાસી મંઝીલ ન મેળવે તો રસ્તો બનાવવાનો મતલબ શો?
જયહિંન્દમાં તા.૧૧।૭।૨૦૧૦ ના દિવસે મારી કોલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ

હૌસલા
યૂં સબ કે સામને મેરી ઉડાન કુછ ભી નહીં
જો છૂના ચાહું તો ફિર આસમાન કુછ ભી નહીં
ઋષિપાલ ધીમાન
લગાલ ગાલલગા ગાલગાલ ગાગાગાનાં ત્રણ આવર્તનમાં લખાયેલો સરસ પ્રેરણાદાયક મત્લો છે. કવિ પોતાની ક્ષમતા સારી રીતે જાણે છે સમજે છે. કવિ નમ્રતાપૂર્વક પોતાની ક્ષમતા વિશે કહે છે અન્યોની સરખામણીમાં મારી કોઈ વિસાત નથી. હું કંઈ જ નથી. બીજી પંકિતમાં ક્ષમતાની રજૂઆત કરે છે. અદ્ભુત રજૂઆત કરે છે. કવિ કહે છે 'જો છૂના...

.' મતલબ મારી ઈચ્છા
હોય હું ધારી લઉં તો આકાશ કંઈ જ નથી. આકાશથી ઊંચા ગહન વિશાળ લક્ષ્ય મેળવવા
અઘરા નથી.કવિ એ આ પંક્તિઓ દ્વારા કવિઓમાં છુપાયેલી વિલક્ષણ પ્રતિભા તરફ પણ
સંકેત કર્યો છે. જ્યાં ન પહોંચે રવિ ત્યા પહોંચે કવિ.
તા.૨૭।૫।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી
તા.૨૭।૫।૨૦૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ
અભણ અમદાવાદી
અનુસરણ
હું જો અનુસરણ ન કરું તો કરું યે શું?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે
જલન માતરી
વા...હ જલન સાહેબ વા...હ
મૃત્યુ સનાતન સત્ય છે. જલન સાહેબે આ વાત સાવ સરળ શબ્દોમાં કહી છે. સામાન્ય રીતે લોકો સારા કાર્યો કે સફળતાનું અનુસરણ કરે છે. આ વાતનો આધાર લઈને મૃત્યુનું સનાતન સત્ય રજૂ થયું છે. જે અવતરે છે નિશ્ચિત મૃત્યુ લઈને અવતરે છે. પણ નિશ્ચિત મૃત્યુને અનુસરણ સાથે સરખાવી શાયરે શેરને ઊત્તમ શ્રેણીનો બનાવી દીધો છે. જગતનો દરેક માનવી અન્ય કોઈ કાર્યનું અનુસરણ કરે કે ન કરે. મૃત્યુનું અનુસરણ જરૂર કરે છે.
દૈનિક 'જયહિંદ'માં તા.૧।૧।૨૦૧૨ ના દિવસે મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલા લેખનો અંશ

પાણીદાર સંબંધ
સંબંધ પાણીદાર રહ્યો આપણો સદા
સૂકાઈ ગઈ નદી તો આ નયનો સજળ રહ્યા
રઈશ મનીયાર
ખૂબ જ ધારદાર શેર છે. શાયરે પાણીદાર શબ્દનો બહુ જ ખૂબીપૂર્વક કલાત્મક અને અલંકારિક ઉપયોગ કર્યો છે. પાણીદાર એટલે તેજવાળું, પ્રભાવી.
શાયરની ખૂબી જુઓ. એમણે સંબંધને સદાય પાણીદાર કહ્યો છે. પહેલા મિસરામાં આ વાતને રજૂ કર્યા પછી બીજા મિસરામાં સુકાઈ ગઈ નદી.... શબ્દો દ્વારા તૂટેલા કે વિયોગ પામેલા સંબંધ તરફ ઈશારો કરી પાણીદાર સંબંધનું બીજું સ્વરૂપ છતું કર્યું છે. જ્યારે નદી સુકાઈ ન હતી ત્યારે સંબંધ મિલનનાં પાણીથી છલોછલ હતો. વિયોગ પછી આંખ પાણીથી છલોછલ થઈ. બંને ઘટનામાં સંબંધ 'પાણીદાર' જ રહ્યો.
તા.૫।૨।૧૨ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

તડપ બઢાઈ ગઈ
યહ જમીં જિસ કદર સજાઈ ગઈ
જિન્દગી કી તડપ બઢાઈ ગઈ
સાહિર લુધિયાનવી
સાહિરને બાગી શાયર કહેવાય છે. એમણે લખેલા ગીતો ગઝલો નજમો યાદગાર છે. ઔરતને જનમ દીયા મરદોં કો, મરદોંને ઉસે બાજાર દીયા, યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ; આ રચનાઓ સાહિરના મિજાજનો ખ્યાલ આપે છે. ઊપરોક્ત શેરમાં પણ એમણે વિદ્રોહી મિજાજ બતાવ્યો છે.
આજ સુધી માનવે જે વિકાસ કર્યો છે એણે જીવનમાં મુશ્કેલીઓ વધારી છે. વિકાસના નામે માનવી ભૌતિક સગવડ

ો
વધારી રહ્યો છે. ભૌતિક સગવડોના વધારાને વિકાસ સમજી રહ્યો છે. ઘરમાં ફ્રીજ,
એસીનું આવવું પ્રગતિ ગણાય છે. વાસ્તવિકતાએ છે કે ભૌતિક સાધનો સમસ્યાઓના
જનક છે. દસ માનવી જેટલું કાર્ય એક યંત્ર કરી દે તો નવ વ્યક્તિ તો બેકાર જ
થયાને? આજની સૌથી મોટી સમસ્યા બેકારીના પાયામાં યાંત્રિક સાધનો થયા કે
નહીં? તમારી આજુબાજુ આવા અસંખ્ય ઊદાહરણો મળી જશે. જે 'વિકાસ'ના દુષ્પરિણામો
છે. બાળકોમાં ચરબીના વધેલા થર જોવા મળે છે? ચશ્માવાળા વ્યક્તિઓની સંખ્યા
દિન પ્રતિદિન વધી રહી છે? માનસિક રોગીઓની સંખ્યા વધી રહી છે. ડિપ્રેશનનાં,
આત્મહત્યાનાં (હવે તો કુટુંબો સામૂહિક આત્મહત્યા કરે છે) કિસ્સા વધી રહ્યાં
છે. કેમ? કારણ કે વિકાસે સરળતા અને સાદગીને દેશવટો આપી દીધો છે. સંઘર્ષ
વધી ગયો છે.
તા.૧૧।૩।૨૦૧૨ના દિવસે 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી
તા.૧૧।૩।૨૦૧૨ના દિવસે 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ
અભણ અમદાવાદી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)