બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

ઉજાલા

દેખિયે ઉસ તરફ ઉજાલા હૈ
જીસ તરફ રોશની નહીં જાતી
દુષ્યંતકુમાર

ગહન અર્થ ધરાવતો શેર. જ્યાં પ્રકાશ રેલાતો ન હોય ત્યાં અજવાળું થાય? કદી ના થાય. અજવાળા માટે પ્રકાશ તો જોઈએ જ. ભલે ટમટમિયાનો હોય. છતાં કવિ આવું કહે છે.કેમ?

મારી રીતે અર્થઘટન કરું તો મને કંઈ આવો અર્થ ઉપજતો જણાય છે.

જે માણસે જીવનમાં કદી કોઈ મહાપુરુષ,યોગી,સ્વામી,મૌલાના કે અન્ય ધર્મગુરુ અથવા સમાજ સુધારકના વચનો સાંભળ્યા ન હોય.સુખ શાંતિ અને સંતોષપુર્વક કેવી રીતે જીવી શકાય; વિશે વાંચ્યુ ન હોય જાણ્યું ન હોય. છતાં એવું જીવન જીવી જાણે. એના વિશે આ શેર કહી કે લખી શકાય.

અન્ય અર્થ કરીયે તો,
જ્યાં પૈસાનો પ્રકાશ પહોંચ્યો ન હોય.છતાં જીવનમાં સુખ,શાંતિ અને સંતોષરૂપી અજવાળું હોય. એવી પરિસ્થિતિ વિશે આ શેર કહી શકાય.

તા.૧૦।૦૨।૨૦૧૩ ના રોજ દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

સચરાચર ધામ

મનની મર્યાદા તજી એનું જ આ પરિણામ છે
એમ લાગે છે કે સચરાચર હવે મુજ ધામ છે
શૂન્ય પાલનપુરી

      મન માનવીના જીવનનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે છે પણ દેખાતું નથી. તે છતાં માણસ પર સૌથી વધારે પ્રભાવ ધરાવે છે. શૂન્ય સાહેબે કમાલ કરી છે.કહેવાય છે કે મનને કોઈ સરહદ નથી હોતી. સીમાડા નથી હોતા.મનનાં ઘોડાની ગતિ અમર્યાદિત હોય છે.એને કોઈ સરહદ નડતી નથી.શૂન્ય સાહેબે મન દ્વારા મર્યાદા ત્યજવાની વાત કરી છે.મન મર્યાદા ત્યજે ત્યારે શું થાય? શાયરે પ્રશ્નનો જવાબ આપ્યો છે.મન સરહદો ત્યજે ત્યારે સકળ દૂધગંગાઓ મનનું ધામ બની જાય છે.

તા.૧૭।૦૨।૨૦૧૩ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ