બુધવાર, 27 ફેબ્રુઆરી, 2013

સચરાચર ધામ

મનની મર્યાદા તજી એનું જ આ પરિણામ છે
એમ લાગે છે કે સચરાચર હવે મુજ ધામ છે
શૂન્ય પાલનપુરી

      મન માનવીના જીવનનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. જે છે પણ દેખાતું નથી. તે છતાં માણસ પર સૌથી વધારે પ્રભાવ ધરાવે છે. શૂન્ય સાહેબે કમાલ કરી છે.કહેવાય છે કે મનને કોઈ સરહદ નથી હોતી. સીમાડા નથી હોતા.મનનાં ઘોડાની ગતિ અમર્યાદિત હોય છે.એને કોઈ સરહદ નડતી નથી.શૂન્ય સાહેબે મન દ્વારા મર્યાદા ત્યજવાની વાત કરી છે.મન મર્યાદા ત્યજે ત્યારે શું થાય? શાયરે પ્રશ્નનો જવાબ આપ્યો છે.મન સરહદો ત્યજે ત્યારે સકળ દૂધગંગાઓ મનનું ધામ બની જાય છે.

તા.૧૭।૦૨।૨૦૧૩ના દિવસે દૈનિક 'જયહિન્દ'માં મારી કૉલમ 'અર્જ કરતે હૈં'માં છપાયેલ લેખનો અંશ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો